હું ક્યાં વ્યવસ્થાનો માણસ છું
હું ક્યાં વ્યવસ્થાનો માણસ છું
હું બસ અવસ્થાનો માણસ છું
ઝુંબેશ,ક્રાંતિ,પવિત્ર અસહમતિ છે મતિ મારી
જ્ઞાન નહીં હું શુદ્ધ આસ્થાનો માણસ છું
ગંગા,માનસરોવર,ભવસાગર નથી ભાગ્યમાં
બસ ઝાકળની ગાથાનો માણસ છું
સ્વપ્નો,મનસૂબા,તુક્કા જ છે જીવનમૂડી
જીવન થાક ઉતારનારી કથાનો માણસ છું
રાજમાર્ગો સફળતાના દુનિયાને જ મુબારક
સુફળતાની કેડી જાતે કંડારતી પ્રથાનો માણસ છું
અંત ખ્યાલ હોય તો પણ પડકારું છું વિધાતાને
જટાયુ,અભિમન્યુની સ્વનાશી પ્રથાનો માણસ છું
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply