યુધિષ્ઠિર પણ સત્તા માટે ખંધો થઈ જાય છે
ગમે ત્યારે ગમે તેમ ગમે તેને વાંધો થઈ જાય છે
ગમે ત્યારે ને ગમે તેમ પછી સાંધો થઈ જાય છે
હંગામીતા જ છે કાયમી રહે છે હવે આ સંસારે
અસ્થિતિસ્થાપક તેથી જ તો ગાંડો થઈ જાય છે
નર કે કુંજરનાં જવાબમાં કૌરવ તો ઠીક છે!
યુધિષ્ઠિર પણ સત્તા માટે ખંધો થઈ જાય છે
દ્વારપાળોની વધી ગઈ સત્તા ને હિંમત કળીયુગે
તાંદુલિયો સુદામા મૈત્રીમાં ઘાંઘો થઈ જાય છે
અંતિમ સંસ્કારની વ્યવસ્થા જાતે જ કરી લેવી
અજાણ્યો શું જાણીતોય ક્યાં કાંધો થઈ જાય છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply