દુનિયા દુનિયા કાજ અભિપ્રાય થઈ જીવે છે
જીવતે જીવ પણ સાવ મૃત:પ્રાય થઈ જીવે છે
દુનિયા દુનિયા કાજ અભિપ્રાય થઈ જીવે છે
મૌસમની જેમ બદલી નાંખે આચારની મૌસમ
સ્વાર્થ મુજબ જ તડકો કે છાંય થઈ જીવે છે
કોલર ઊંચો રાખવાનો હોય ત્યાં મૂક ને પ્રેક્ષક
પરિધાનની બદલે તે માત્ર બાંય થઈ જીવે છે
બોલતાં શીખવાડ્યું હોય તેને કરી દયે છે ચૂપ
ગરજ હોય ને ત્યારે જ પછી ગાય થઈ જીવે છે
માયાને વરવાં મૂકી દયે છે માયાપતિનો ય સાથ
હોય નાનો ભલેને પણ ક્યાં રાઈ થઈ જીવે છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply