ભગવાં ધારણ કરી રાવણો સીતાને ઉપાડી જતાં હોય છે
‘પરિવાર છીએ’ એમ જ જે સતત લવારી જતાં હોય છે
એ લેભાગુઓ વખતોવખત પરિવારને પાડી દેતાં હોય છે
લાગણીનાં સબંધને બરબાદ,બદનામ કરે છે સ્વાર્થસાધકો
ભગવાં ધારણ કરી રાવણો સીતાને ઉપાડી જતાં હોય છે
સજ્જનતા,પરમાર્થ ને પરમાર્થીનું ઓઢી લઈને આંચળ
ટાણે કટાણે પોતાની વસ્ત્રહીનતા સૌને દેખાડી દેતાં હોય છે
વાણીનાં વ્યભિચાર,દેખાડો અને લાગણીનાં દુરુપયોગથી
સ્પર્ધામાં સજ્જનો તો દુર્જનોને પણ પછાડી જ્તાં હોય છે
કર્મસત્તા ક્યાં કેડો મુકવાની છે કોઈનો એ યાદ રાખજો જ
એક પેઢીએ કરેલ કુકર્મો આવનાર બધીને દાટી જતાં હોય છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply