વેન્ટિલેટરનાં એ.સી.થી તો ઝાકળનો ટચ અગત્યનો હતો
હસ્તિનાપુર રાજથી તો બે વેંત ઊંચો રથ અગત્યનો હતો
રાવણથી વધુ કાન ભંભેરતી મંથરાનો વધ અગત્યનો હતો
જીવન જીવવાનું યાદ આવે છે મરણપથારીએ જ બહુધા
વેન્ટિલેટરનાં એ.સી.થી તો ઝાકળનો ટચ અગત્યનો હતો
પ્રદાનો ઘણાં બધાં પૂજાય છે રામાયણનાં ઘટનાક્રમનાં પણ
સીતાને ટકાવતાં ત્રિજટાનો એ મોરલ અપ અગત્યનો હતો
તપભંગ નહીં કરાવું તો પ્રભુ ભક્તને આપી દેશે સ્વર્ગનું રાજ
ઇન્દ્રાસન ટકાવી રાખવાં ઇન્દ્રનો સાચો શક અગત્યનો હતો
છટકત તો મળતું રહેત આજીવન હમામખાનાંનું સહસ્નાન
અભિમન્યુનો સ્વલોહીથી લથપથતો બાથ અગત્યનો હતો
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply