બસ, પ્રેમનાં જ અઢી અક્ષરને રાગો!
ઈશ્વર જોઈએ છે? તો નશ્વરને ત્યાગો
કેવટ બનવું છે? પછી ન વળતરને માંગો
બારાખડી પૂરી શીખી લેવાને જીવનની
બસ, પ્રેમનાં જ અઢી અક્ષરને રાગો!
જોયાં કરો, જતું કરો ને સમતાને પરણો
અખિલ બ્રહ્માંડમાં બસ ઈશ્વરને તાગો
ચોર્યાસીલાખની તંદ્રા,નિંદ્રાએ સૌ ફસાયા
કહો જળચર,સ્થળચર,નભચરને જાગો
માયા પ્રહારને માયાપતિનાં થઈ પડકારો!
કરી દો મોહ,ક્રોધ,દ્વેષ, મત્સરને આઘો
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply