મૌન મુંઢમારમાં તો દોસ્તની ગદા હોય છે
ક્યાંક ઓછી તો ક્યાંક વતા હોય છે
દરેકને પોતપોતાની અલગ કથા હોય છે
પ્રેમ હોય પ્રથમ કે પછી હોય તે અંતિમ
આધિપત્યની પ્રેમ કને જ સત્તા હોય છે
દુશ્મનનાં પ્રહાર હોય છે અપેક્ષિત ને સરળ
મૌન મુંઢમારમાં તો દોસ્તની ગદા હોય છે
અખબારી યાદી,સન્માનો તો છે નાશવંત જ
શિલાલેખી પાળિયા અસ્તિત્ત્વે સદા હોય છે
આ તો કરવી છે પોલિગેમી એટલે છે વ્યથા
કુદરતમાં જેટલાં નર એટલી માદા હોય છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply