કંઈ જોઈતું નથી તેને બધું પ્રાપ્ત થાય છે
જે પ્રતિષ્ઠા ત્યજે છે તે ખ્યાત થાય છે
કંઈ જોઈતું નથી તેને બધું પ્રાપ્ત થાય છે
સહી ક્યાં શકે સમક્ષ કોઈ સૂર્યનો પ્રકાશ
સારાનાં અસ્ત માટે આખી નાત થાય છે
જો કહોને કોઈને કે રાખજો આ ખાનગી
તે વાતની પછી ચોરે ને ચૌટે વાત થાય છે
એને કેમ ગોતો મંદિરે ને મસ્જિદે વિશ્વની
ઈશ્વર તો માહ્યલાંમાં જ સાત થાય છે
પારકાંને ક્યાં સમય કે રસ પારકી પંચાતે
સ્વજન ને મિત્રો સાથે જ વિવાદ થાય છે
જે ઉમેરે જગ આખાને સંગઠન ને સમાજે
છેલ્લે એ પાયો જ ધરબાઈને બાદ થાય છે
– મિત્તલ ખેતાણી
(કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’ માં થી)
Leave a Reply