સ્વપ્નદ્રષ્ટા મિત્તલ ખેતાણી જેવો છું
ધ્વનિમાં હોંકારો પ્રતિ માં તાળી જેવો છું
પત્ની છું ને સાથેસાથે સાળી જેવો છું
વાળશોને જેમ એમ વળી જઇશ હું
નિરાકાર છું,અમૃત પાણી જેવો છું
હાથ પકડશોને તો સાથ મળશે જ
પરખાઈશ તરત જ,નાડી જેવો છું
ગુણકારી ઝેર છું,ભલેને કડવાણી છું
આજીવન મોજની હું તાડી જેવો છું
વિદાયે પ્રકાશનેય લ્યાવી શકું હું અંધારા
કૂળ અજવાળતી તુલસી લાડી જેવો છું
શૂન્ય છું પણ મૂલ્યવર્ધન કરીશ તમારું
તાંદુલ,ભાજી,બોરની કમાણી જેવો છું
બેસ્ટ ભલે ન થઈ શકું તો બનીશ યુનિક
સ્વપ્નદ્રષ્ટા મિત્તલ ખેતાણી જેવો છું
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply