કળિયુગમાં હાથીને તો ઠીક કીડીને પણ મણ જોઈએ છે
દુનિયાને સમજૂતી જોઈએ છે,ક્યાં સમજણ જોઈએ છે
કળિયુગમાં હાથીને તો ઠીક કીડીને પણ મણ જોઈએ છે
જીરવી જ લઈશ હું તારાં વિરહને યુગોનાં યુગો સુધી પણ
હાથમાં હાથ,સાથમાં સાથ પરોવેલી એક ક્ષણ જોઈએ છે
દોરી ન બળી હોય ને તો પણ અસ્મિતા મૂકી દયે છે ગીરવી
તકવાદનાં આ યુગમાં કોઈનેય ક્યાં સાચો વળ જોઈએ છે
આ હસ્તિનાપુર,આ કૃષ્ણ ને એ બધુ ઊંચાઈ ના આપી શકે
યુધિષ્ઠિરનાં રથને સાચું બોલવાં પરત એ પળ જોઈએ છે
છો ને પૂજાતું મની પાવર ને મસલ પાવર અત્ર,તત્ર ને સર્વત્ર
મોરલ પાવરનાં દિગ્વિજયને ક્યાં અનૈતિક બળ જોઈએ છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply