આ બ્રમ્હાંડ છે ને તું તો એક બીંદુ નથી
કહેતાં નહીં પછી તમે કે તમે કીધું નથી
આ બ્રમ્હાંડ છે ને તું તો એક બીંદુ નથી
માછલી તેથી જ કરે છે જાતે શ્વાસ બંધ
કુવામાં સ્વપ્નદ્રષ્ટા માટે કોઈ સિંધુ નથી
મય,માન, મતા ને માનુનીનાં વ્યસનીઓ
મૂર્ખ છો,કારણકે તમે હરિરસ પીધું નથી!
માયા,તું શું ખરીદવાની છો અયાચકત્વ?
સુદામાએ માયાપતિનું ય કશું લીધું નથી
હિંસાનું હસ્તિનાપુર કઠે જ છે કળિયુગને
હવેનાં અહિંસક અર્જુને પક્ષી વિંધ્યું નથી
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply