જાતરા આ જીવની ચાલ્યા કરે.
ઘટનામાં ઘટના ઉમેરાયા કરે.
થાય શું બીજું સ્મરણના કારણે?
કામગીરી મનની અટવાયા કરે.
નામમાં કંઈ છે નહીં..માન્યું છતાં,
મન-મગજમાં એ જ પડઘાયા કરે.
પ્રેમનો નક્કર પુરાવો એ જ કે..
બેઉ નું હોવું સુગંધાયા કરે.
એટલે તો પુષ્ટ સમજણ થઈ ગઈ,
રાત ને દિ ગમ સતત ખાયા કરે.
આખરે એ દુઃખતી રગ થઈ જશે,
જે ક્ષણોથી દૂર તું ભાગ્યા કરે.
ખૂબસૂરત જિંદગીની ચાહમાં,
ટાંકણું લઈને સમય આવ્યા કરે.
લક્ષ્મી ડોબરિયા
19 mar
Leave a Reply