પાલવ નહીં જ મળે હવે ,સાથમાં ટિસ્યુ રાખજો
જીવનમાં ઓક્યુપાઈડ રહેજો,કૈક ઇસ્યુ રાખજો
પાલવ નહીં જ મળે હવે ,સાથમાં ટિસ્યુ રાખજો
શબ્દમાં કહો, કહેવાય જે એ જ ગણાશે સબંધ
પ્રેમનાં મૌનની બદલે બોલકું ‘વિશ યુ’ રાખજો
લપસો કે ભલે ને લપશે જગ, ઔપચારિક રહેજો
ખરબચડી મા ની બદલે આયાત્વ લીસું રાખજો
તાંદુલ,ભાજી ને બોર મફતમાં પણ કોઈ નહીં લ્યે!
હૈયું ભરેલું પામવાંને તમારું ભરેલું ખિસ્સું રાખજો
સમીક્ષાનો અવસર જાતને જાતે જ આપી દેજો
પ્રબલા દ્રૌપદી થઈને પ્રદૂષણ શોષતું ફેફસું બનજો
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply