સાંકળોથી જ બસ યુક્ત થાવું છે
કોઈનેય હવે ક્યાં મુક્ત થાવું છે
સાંકળોથી જ બસ યુક્ત થાવું છે
કરવો છે બસ વેપાર બાધા,માનતાનો
પ્રભુ શોધે ને એવું ક્યાં ભક્ત થાવું છે
હતાશા,છૂટાછેડા,આત્મહત્યા વધ્યાં એટલે
ખભ્ભે કે ખોળે કોઈને ક્યાં વ્યક્ત થાવું છે
સગાં જ કરતાં હોય છે દગા મોટેભાગે
લોહીનાં સબંધને પણ ક્યાં રક્ત થાવું છે
માસ્તર માં નથી મળતું લગીર ‘મા’નું ‘સ્તર’
ચમચમ સોટીનેય હવે ક્યાં સખ્ત થાવું છે
‘પદ’ નાં જ ભોગી બન્યાં સૌ ‘પ્રદાન’ ભાઈ
‘પાદુકા’ને તેથી જ હવે ક્યાં તખ્ત થાવું છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply