પ્રયત્નોથી જ સંતોષ માનનારાઓ પરિણામનાં દુશ્મન છે
બધાં જ ભોગોને ભોગવી લેનારાઓ કામનાં દુશ્મન છે
પ્રયત્નોથી જ સંતોષ માનનારાઓ પરિણામનાં દુશ્મન છે
હકીકતો ને અનુભવો તો હોય છે સદા દુશ્મન સ્વપ્નોનાં
રાવણનાશમાં નિમિત્ત બનતી મંથરા ઈનામનાં દુશ્મન છે
હંગામીમાં સંતોષ માની લે છે મય,મદિરા,માનુની પ્રેમીઓ
તામસી અને રાજસી તો સાત્વિક જામનાં દુશ્મન છે
છાપાઓ,હોદ્દાઓ,સન્માનો અટકાવી દયે છે પૂર્ણપ્રતિભા
ફળનાં બદલાથી જ સંતુષ્ટ વાનરકર્મ હનુમાનનાં દુશ્મન છે
ખિસકોલી,તુલસી બન્યાં છે અમર ભૂત,ભવિષ્ય,વર્તમાને
બાકી યાચકવૃતિઓ ખમીરી,ખુમારી,દમામનાં દુશ્મન છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply