માખણ લગાડનારનાં હાથમાં જ તો ચાકુ હોય છે
પુરુષાર્થને તો નસીબ સાથે સદાય વાંકું હોય છે
માખણ લગાડનારનાં હાથમાં જ તો ચાકુ હોય છે
એ તો મેનકા નથી ને એટલેજ છે બ્રહ્મચર્યની વાત
કામનાં મોજાં માટે તો ટાઇટેનિકમાંય ફાકુ હોય છે
કર્તવ્યપથમાં તો હોય જ સદા સીધાં જ ચઢાણ
યોગ ભ્રષ્ટ કરવાને નજીક નજીક જ નાંકુ હોય છે
પોથી,પદ,પ્રતિષ્ઠા કે પૈસો નહી આપે મોક્ષ પ્રવેશ
સત્ય,પ્રેમ,કરુણા રટે ને એનું જ ત્યાં પાકું હોય છે
સહેલું ને સહજ કરવાં તો આ વિશ્વમાં છે કેટલાંય
કરાય સદા એ જ કે જે અન્યથી ના થાતું હોય છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply