દ્વેષનો પ્રહાર કરે ને મિત્રો ત્યારે તું વાસા ટકાવી રાખજે
નિરાશાવાદીઓના આ યુગમાં આશા ટકાવી રાખજે
અસ્તિત્વ! સત્ય,પ્રેમ,કરુણાની ભાષા ટકાવી રાખજે
રાજી થઈને હાથ પસવારવાંવાળા તો હશે ખૂબ ઓછાં
દ્વેષનો પ્રહાર કરે ને મિત્રો ત્યારે તું વાસા ટકાવી રાખજે
રામ તો કરી જ શકશે ને એમનું જન્મ કર્મ સહજતાથી
રાવણને પણ પડકારતાં જટાયુનાં જાસા ટકાવી રાખજે
મન,વચન,કાયાથી સીધાંની વ્યાખ્યા જુદી છે કળીયુગે
વાણી,વિચાર,વ્યવહાર, વર્તન તું ત્રાંસા ટકાવી રાખજે
અંગ્રેજી તો છે વાંઝણી ને એક જ શબ્દ ‘અંકલ’ સૌ માટે
પૂર્ણકુટુંબ કે જેમાં મામા,ફુઆ,કાકા,માશા ટકાવી રાખજે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply