બહુમતી તો ખાતર,પાણી,માવજતને ત્રાસ ગણે છે
નબળાં દુર્જન હોય ને તો પછી કારાવાસ મળે છે
સબળાં દુર્જન હોય તો પછી કાર,આવાસ મળે છે
આ તો લાલચની કોઈ સીમા જ નથી રાખી મનુષ્યે
બાકી પશુપક્ષીને તો ચણ,કણ,મણ ને ઘાસ મળે છે
જીવીએ ને ત્યાં સુધી જ ભેદ છે ગરીબ કે શ્રીમંતનો
બાકી સ્મશાન તો બધી જ લાશ ને લાશ ગણે છે
બધાં બીજમાં નથી જ હોતી વડ બનવાની ક્ષમતા
બહુમતી તો ખાતર,પાણી,માવજતને ત્રાસ ગણે છે
ભાવથી જ પ્રગટ થાય છે પરમાત્મા કે પછી પામર
પવિત્રતા ન સમજે તે ગૌમૂત્રની સુગંધને વાસ ગણે છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply