ફાધર્સ ડે નિમિતે,હૃદય ની વાત
મા ઈશ્વર તો બાપ જાપ છે
એનાં ઉપકારોનું ક્યાં માપ છે
બાપ એ બાપ એ બાપ છે
મા વિશે તો લખાયું કેટલુંય
મા ઈશ્વર તો બાપ જાપ છે
ચામડીનાં જોડાં પહેરાવે એ
હૈયે,હોઠે સંતાનોનો સંતાપ છે
ફોટામાં કે હોય નરોત્તમ જીવતાં
સતત વરસતા આશીર્વાદ છે
હાજરીમાં જ એને ભજી લેજો
પ્રભુનું પ્રત્યક્ષ સ્વરૂપ બાપ છે
બાપ થયાં પછી જ મૂલ્ય સમજાશે
અમૂલ્ય,અતુલ્ય,અનંત બાપ છે
– મિતલ ખેતાણી, રાજકોટ
Leave a Reply