દહેજ પરથી જ પિતાની શક્તિ નકકી થાય છે
ક્ષમતા પર ક્યાં હવે શક્તિ નક્કી થાય છે
હવે તો ભીડ પર જ ભક્તિ નક્કી થાય છે
શું સાચું,શુ ખોટું ને શું ચલાવી શકાય છે એવું
ગરજ પર જ હવે સાથ કે મૈત્રી નક્કી થાય છે
ક્યાં જોવાય છે દાનત,ગજું કે કીર્તિનો મોહ
દાનની રકમ પર જ તકતી નક્કી થાય છે
કટકો કાળજાનો ને ક્યારો તુલસીનો સાચું પણ
દહેજ પરથી જ પિતાની શક્તિ નકકી થાય છે
યુગ ચાલ્યો ગયો છે મીરાં, નરસિંહ ને શબરીનો
માળા,પ્રસાદ,મંચમાંથી જ ભક્તિ નક્કી થાય છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply