સીધાં મનુષ્યો જ કળિયુગે ત્રાસાં છે
જ્યાં સુધી આ જીવનમાં આશા છે
ત્યાં સુધી જ તો જીવનમાં નિરાશા છે
પુરુષાર્થ આધારિત જ જીવીએ ને તો
ના પીડા,ના પ્રેમ, ના કોઈ પીપાસા છે
આડાં પ્રાણીઓ છે નિયમાનુસાર જ
સીધાં મનુષ્યો જ કળિયુગે ત્રાસાં છે
અઢી અક્ષર તો આંબે છે બારાખડીને
પ્રેમની ભાષા જ સનાતન ભાષા છે
સિકંદર,રાવણ,દુર્યોધન જ છે અતૃપ્ત
શબરી,વિદુર,સુદામાને ક્યાં સાંસા છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply