રસ્તો બતાવી અન્યને પુગાડી દેવું
ખૂબ જ સહેલું છે અસ્તિત્વનું એ અસ્તિવમાં જ ઓગાળી દેવું
જાતે પુગી ન શકીએ તો પછી રસ્તો બતાવી અન્યને પુગાડી દેવું
થવું ભગવાન ને એ તો ભક્ત થવાં કરતાં પણ ખૂબ જ છે સહેલું
ભક્તને બસ ભગવાન ભરોસે મૂકી જાતને,પ્રભુને જ જગાડી સુવું
કોણે કીધું કે સ્વર્ગ જીવતાંજીવ આ પૃથ્વી પર સર્જવું છે અસંભવ
સત્યની માટી,પ્રેમનાં જરૂરી પદાર્થો અને કરુણાનું બસ તગારું લેવું
માનવ જન્મ તો છે દેવ દુર્લભ ખરાં અર્થમાં આ ભગવાનને પણ
પરપીડા,પરસ્ત્રી ગમન,દ્રોહ,દ્વેષને બસ જીવનમાંથી ભગાડી દેવું
જરૂરી જરાય નથી હોય સુર,તાલ,છંદ,વાદ્યને એવી દુન્યવી વિદ્યા
હાલરડી પરંપરામાં જીવનસંગીત જાતે સાંભળી જાતે વગાડી દેવું
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply