એકમેકે ઓગળવાની બદલે કજિયાં યાદ આવે છે
વરસાદમાં પ્રેમ ની બદલે ભજિયાં યાદ આવે છે
એકમેકે ઓગળવાની બદલે કજિયાં યાદ આવે છે
જોજો ક્યાંક મનથી તો થઇ નથી ગ્યા ને ઘરડાં
મોજે પલળવાને બદલે તમને છતરાં યાદ આવે છે
એક વય પછી મૃત્યુ પણ હોય છે મહોત્સવ મંગલ
કાયમી રુદાલિ જગને ત્યાં છાજીયાં યાદ આવે છે
ભાગ્યમાં હોય તે મળ્યું ને મળશે પણ ખરું સદા
સૌને રહી ગ્યાં, લઈ ગ્યાં ને વઇ ગ્યાં યાદ આવે છે
ભૂલી શકે તેનાં માટે તો છે કેરી ને ફળો કેટલાંય
વિચારની કબજિયાત વાળાને પપૈયાં યાદ આવે છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’ માં થી)
Leave a Reply