એક હાથમાં ફૂલ એક હાથમાં પથ્થર હોય છે
કર્મસતાનો બધો જ હિસાબ સરભર હોય છે
એક હાથમાં ફૂલ એક હાથમાં પથ્થર હોય છે
દુઆ કે પુરુષાર્થ જ બદલાવી શકે છે ભાગ્ય
દોરાધાગા,અંધશ્રધ્ધામાં ક્યાં અસર હોય છે
માયાનો મહેલ નહીં જ સહી શકે વાવાઝોડાં
સત્ય,પ્રેમ,કરુણાની ઝૂંપડી જ નક્કર હોય છે
સત્યનાં ભાગ્યે તો રહ્યું હમેંશા કડવું રહેવાનું
અસત્યનાં ભાગ્યમાં જ મીઠી શક્કર હોય છે
અશકય કર્તવ્યપાલન કરવા નથી જરાંય યત્ન
કળિયુગે ક્યાં જટાયુ રાવણની ટક્કર હોય છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply