દુનિયાદારીથી દુનિયા ચલાવે છે દુનિયા
અઢી અક્ષરને ક્યાં ભણાવે છે દુનિયા
વિસામાને જ મંઝિલ ગણાવે છે દુનિયા
અનંતની શક્યતાને વખાણી આપે અંત
બિંદુમાં ય સિંધુની હવા ભરાવે છે દુનિયા
લેવાં ને રાવણો ને દુર્યોધનોનાં પુરસ્કારો
જટાયુ અને અભિમન્યુ મરાવે છે દુનિયા
ભોળાં ને સીધાં તેથી તો ગણાયા છે મૂર્ખ
દુનિયાદારીથી દુનિયા ચલાવે છે દુનિયા
રાખજો ગુરુ-સંસ્કારને સદા સમક્ષ,કારણ
ન કરવાંનું હોય તે સઘળું કરાવે છે દુનિયા
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply