ચક્રવ્યૂહને તોડવાં અભિમન્યુનાં વાંધા આપજે
જાતને જ રોજ સુધારવાની સ્પર્ધા આપજે
સત્ય, પ્રેમ, કરુણાની જ મને શ્રધ્ધા આપજે
ન જ હોય મારે કોઈ જ વહાલાં કે કોઈ દવલાં
કાં તો કોઈ જ નહીં ને કાં પછી બધાં આપજે
સપનાંમાં પણ રાખી શકું પુરુષાર્થનો વિશ્વાસ
મોહનિશામાં જો જાગું નહીં તો તંદ્રા આપજે
તારી ટચલીથી ઉપાડેલાંને ઉપડેલું જ રાખવાં
દીન-દુઃખી-અબોલની દુઆનાં કાંધા આપજે
ખબર છે અંટાઈ જવાનો છું સ્વજનોથી તોય
ચક્રવ્યૂહને તોડવાં અભિમન્યુનાં વાંધા આપજે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply