નેપથ્યથી મળતી આજીવન દાદ તું છો
મૌસમનો પહેલો કુંવારો વરસાદ તું છો
અંતિમે ને અંતિમ એવો સાદ તું છો
હોય જગત આખું સામેને ત્યારે ને તો ય
હાથમાં હાથનો વિશ્વાસી ઉન્માદ તું છો
માતા,દાસી,મંત્રી,રંભા એ કર્તવ્ય તો ઠીક
ધર્માનુકુળ ને ક્ષમાનો અહેસાસ તું છો
જીવનમંચે હોઉં હું ને સભા હોય ખાલી
નેપથ્યથી મળતી આજીવન દાદ તું છો
‘વાદ’ સૌ ખરાબ હોય છે સાવ એવું નથી
સૌ જન્મે ઝંખતો મારો ‘પત્ની વાદ’ તું છો
જિહ્વાનાં દુન્યવી સ્વાદ ધડ ક્યાં જાણે?
મન,વચન,કાયા,આત્માનો સ્વાદ તું છો
હાર્યો બાજી જાણીને વ્યવહારિયાં ચોપાટે
‘હું છું ને’ નો બોલકણો પ્રતિસાદ તું છો
– મિતલ ખેતાણી, રાજકોટનાં કાવ્ય સંગ્રહ ‘ પત્ની ચાલીસા’માં થી
Leave a Reply