કાનને ય ક્યાં કાન છે
તેથી જ તો મોજથી દગા પર બેધ્યાન છે
ભૂલકણા હોવું ને એ તો શ્રેષ્ઠ વરદાન છે
માપમાં રહેશો ને તો જ પામશો ને જીવન
લોભનાં ભાગ્યમાં તો જીવતું સ્મશાન છે
થવાને કર્ણપ્રિય ને હૃદયપ્રિય તમે ગાજો ને
સત્ય,પ્રેમ,કરુણા એ જ તો મંગળગાન છે
અભિમન્યુની શહીદી તો છે કળીયુગે એળી
શિખંડીની જાનમાં જ દુનિયા ગુલતાન છે
સ્વાર્થ આધારિત સંભળાય છે પરસ્પર વાત
બાકી દીવાલોને તો શું,કાનને ય ક્યાં કાન છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply