મહાભારતને જીતવા કર્ણનું મનોબળ તોડવું પડે છે
નીતિ,રીતી,પ્રીતિ એ સૌ ક્યારેક કૃષ્ણે છોડવું પડે છે
મહાભારતને જીતવા કર્ણનું મનોબળ તોડવું પડે છે
દુશ્મનો કરતાં પણ વધુ નડશે મિત્રો કર્તવ્ય પાલનમાં
રાગ,મોહ,મૈત્રી ને એવું બધુંય સ્વહસ્તે ફોડવું પડે છે
કેમ શોધો છો પરમાત્માને આત્મા સીવાય બીજે?
જે જ્યાંથી ખોવાયું ને ત્યાંથી જ તો ખોળવું પડે છે
માળાને મંચ પર લાવવાં જવું પડે છે એને નેપથ્યમાં
દોરાંનું સદભાગ્ય છે કે એને મણકાંને જોડવું પડે છે
કરતાં જ રહેજો સતત સુધારણા જાતમાં દરેક ક્ષણે
જ્યાં છીએ ત્યાં ટકી રહેવાને માટે પણ દોડવું પડે છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply