વાત કરવાનું ય કોઈક ઠેકાણું જોઈએ
એવું નથી કે મારે માત્ર નાણું જોઈએ
વાત કરવાનું ય કોઈક ઠેકાણું જોઈએ
ખાવાં કરતાંય ખવડાવવું વધુ ગમવાં લાગે
તાંદુલ,ભાજી, બોરનું જ ભાણું જોઈએ
જબાનને સાચવી શકું જાન જોખમે પણ
ટાણું સચવાયને બસ એવું ટાણું જોઈએ
જ્ઞાન માર્ગ થકી કદાચ મળતું હશે પ્રભુત્વ
ભક્તિમાર્ગથી પ્રભુ એ ય પરબારું જોઈએ
છપ્પન ભોગ પણ ટૂંકા પડે છે તન ને મનને
આત્માને સત્ય,પ્રેમ,કરુણાનું વાળું જોઈએ
દેવ-દાનવ વચ્ચે માનવ છું,છું અડધો દાનવ
મારી કુવૃતિને સંસ્કારનું ગુરુ તાળું જોઈએ
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply