આયાચક હોય ને તે જ તો માંગી શકે છે
આંખો બંધ કરે ને તે જ તો જાગી શકે છે
આયાચક હોય ને તે જ તો માંગી શકે છે
ત્યાગ વૃત્તિનો હોય વસ્તુ, વ્યક્તિનો નહીં
જાતથી જાત તો કદી ક્યાં ભાગી શકે છે
દુઆ,હાય જ પલટાવી શકે છે પ્રારબ્ધને
જેને તાગવું નથી કંઇ એ જ તાગી શકે છે
જોડાયો જે અસ્તિત્વમાં જાતને ભાંગીને
હૈયું પછી ક્યાં એ કોઈનુંય ભાંગી શકે છે
નહીં કહે કોઈને એમ માની કહી દેતાં નહીં
સ્વજન વિભીષણ જ સદા ખાનગી બકે છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply