નામ ના સુમિરણ ને પણ તું સવાયું ગણ
નામ ના સુમિરણ ને પણ તું સવાયું ગણ
મણ નહીં તો કણ ને પણ તું સવાયું ગણ
હોય તારા હાથમાં, સાત દરિયા પી,
હોય ના તો રણ ને પણ તું સવાયું ગણ
દે દિલાસો પાનખર, ને વસંતો લે,
એ જુદા સગપણ ને પણ તું સવાયું ગણ
જ્યાં વળાંકો શબ્દના છેતરે છે ત્યાં,
મૌનના તારણ ને પણ તું સવાયું ગણ
આ ગઝલ જેના થકી છે સવાયી એ,
દર્દના કારણ ને પણ તું સવાયું ગણ
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply