આગિયાં સમું જાતે ઝળહળતાં શિખવાડજે
અસ્તિત્વ! તું મને સાચું જીવતાં શિખવાડજે
જીવતેજીવ મરતાં ને પછી મરતાં શિખવાડજે
મારાં પાપ ધોવા આવે ને દર્દી,દરિદ્ર કે અબોલ
ઋણ ચૂકવવાની એ તક ઝડપતાં શિખવાડજે
પુરુષાર્થનું શરણું તો લઇ જ લેજે ઓ જીવ!
ભવસાગરે દુઆનું તરણું પકડતાં શિખવાડજે
પરાવલંબી ને નિરાશાવાદી આ અંધારયુગમાં
આગિયાં સમું જાતે ઝળહળતાં શિખવાડજે
બાગમાં મધ્યાહને જ માનભેર લઈ લઉં વિદાય
ઊગવું હાથમાં ન્હોતું, પણ ખરતાં શિખવાડજે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply