જીવ ગુરુ ને પ્રભુમાં ક્યાં ભરોસો રાખે છે?
જગતનાં દગા,દ્વેષ, દમન પ્રત્યે તો રોષો રાખે છે
પણ,જીવ ગુરુ ને પ્રભુમાં ક્યાં ભરોસો રાખે છે?
ઉત્તરમાં ઉતર મળી જ જાય જો શોધો ભક્તિથી
ને એવું ય નથી પ્રભુ દક્ષિણમાં માત્ર ઢોસો રાખે છે
કમળને સાવ ચૂકી જાય છે ચર્મમળને ભોગવવામાં
જીવ કાદવ જ ચુંથે છે ને એમાં જ લોચો માને છે
કેવી અદ્ભૂત રચના પ્રભુની પૃથ્વી અને ગ્રહો તણી
લાગે સૌ એકસરખા ને તોય જુદાં જ કોષો રાખે છે
સ્વર્ગ પણ નાનું પડે નહીં તો બધાં દેવોને સાચવવાં
મનુષ્ય જ રાખવાં ભક્તને, માયારૂપી દોષો રાખે છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply