સિદ્ધાંતોથી મેળવેલ ‘શ્રી’ એ જ તો’સવા’ હોય છે
ભલે ને હોય એ નવાં કે પછી સાવ જૂનાં હોય છે
આમ ગણો ને તો પછી દર્દ એ જ તો દવા હોય છે
અણહક્કની કુબેરાઈ તો લાવી જ દયે છે દરિદ્રતા
સિદ્ધાંતોથી મેળવેલ ‘શ્રી’ એ જ તો ‘સવા’ હોય છે
સમય સંતાન પાસે ક્યાં હોય કદી જન્મદાતા માટે
માવતરને તો સંતાન સંભાળવા,સાંભળવા હોય છે
આચરણ વિનાંની ફિલોસોફી બની જાય છે ફાલતુ
સુધરે પ્રથમ એ કે જેણે જગને સુધારવાં હોય છે
પુરાવાની ગેરહાજરી એ ગેરહાજરીનો પુરાવો નથી
પ્રેમ,પ્રભુ કે પાપનાં જરૂરી નથી કે પુરાવા હોય છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply