ખાલી હાથે જ જવાને સૌ ભેગું કરવામાં મંડ્યા છે
યમદૂત આવે ને ત્યાં સુધી બસ એ જ તો પ્રક્રિયા છે
ખાલી હાથે જ જવાને સૌ ભેગું કરવામાં મંડ્યા છે
બહું ન જ મળવાં દેવું વ્યવહારને આધ્યાત્મની સાથે
વાસ્તવ સામે સદા સપનાઓએ કરી આત્મહત્યા છે
રજા રવિવારે કે ‘ફાઈવ ડે વિક’એવું કશું જ નથી ત્યાં
કર્મ,વ્યાજ ને ચિંતાનાં ભાગ્યમાં પૂરાં અઠવાડિયાં છે
કાં ચાહી શકો તમે, કાં પછી ધિક્કારી શકો આત્માથી
પ્રેમની બાઈનરી ભાષામાં બસ શૂન્ય અને પૂર્ણતયા છે
દેવ,દાનવ,માનવ સિવાયનીય એક સુજાતિ છે ભક્ત
દુઆ જ કમાય છે જે તેનાં ભાગ્યની પ્રભુનેય ઈર્ષ્યા છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply