તું વાર ખમી જાતને તૈયાર કરી દે
તું વાર ખમી જાતને તૈયાર કરી દે.
ને, હારને પણ જીત નો આધાર કરી દે.
ટહુકાને કદીક્ વાંચ તો પીડા થશે ઓછી,
સમજણનો જરી એમ તું વિસ્તાર કરી દે.
હું રોજ ઉઠીને મથું દર્પણને સમજવા,
ને, દશ દિશાએ સોળ તું શણગાર કરી દે.
આંખોથી એ પહોંચી જશે સીધી જ હ્રદયમાં,
તું મૌનથી બસ વાતનો વ્હેવાર કરી દે.
તારું બધું યે લે, તને સોંપી દઉં છું પણ –
તારાથી અલગ તું મને પળવાર કરી દે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply