ઘરેઘરે જુઓ ને! ગુગલિયો જાણકય છે
કળિયુગમાં હવે ક્યાં કોઈ ચાણક્ય છે
ઘરેઘરે જુઓ ને! ગુગલિયો જાણકય છે
શક્ય પણ પૂરતું ક્યાં કરે છે કોઈ શક્ય
એટલે જ તો અશકય એ અશકય છે
ખાલી હાથ આવ્યાં ને ઋણ મૂકી જવાનું
ભક્તિ, સત્કર્મની મૂડી જ ઉપર પ્રાપ્ય છે
પૂજાપાઠમાં તો ભણેલ પણ છે અભણ
રામ નામ જ સુલભ શબ્દ,સરળ વાક્ય છે
સ્વાર્થ સાંકળે થાય ને એ તો એકત્રીકરણ
પરમાર્થનાં તાંતણામાં જ તો સ્વાતંત્ર્ય છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply