હૈયે કૃષ્ણ ને આચારમાં રામ રખાવજો
કામ થઈ જાય એવું નામ કરાવજો
નામ થઈ જાય એવું કામ કરાવજો
ફેરવી શકું શુભ કલ્પનાને વાસ્તવમાં
થોડું ઘણું નહીં પણ તમામ કરાવજો
સુદર્શન ને બંસી ધારણ કરું યથાયોગ્ય
હૈયે કૃષ્ણ ને આચારમાં રામ રખાવજો
આશાવાદીઓનો અશ્વ બનું હું અને
નિરાશાવાદીઓની લગામ બનાવજો
બધું આપજો ને કાં પછી કશું જ નહીં
જે કૈ આપો તે બસ બેફામ અપાવજો
– મિત્તલ ખેતાણી
Leave a Reply