મિત્રતા દિવસ ની શુભેચ્છા❤️🌹
મિત્રોનું લશ્કર નથી જોઈતું
તાન્દુલ,ભાજી, બોરની સામે વળતર નથી જોઇતું
જોઈએ છે પુષ્પક જ મારે વેન્ટિલેટર નથી જોઇતું
ભલે ને થીજવી નાંખતી ગાત્રો આ પીડા કેરી ઠંડી
ખુમારીનાં ભોગે માંગેલ ભીખેલ સ્વેટર નથી જોઇતું
જો છીનવવું જ પડે કીર્તિ,કળા,કાર્ય કોઈનું એ કાજ
તો મુબારક છે ખાલીપો મારો,મારે સભર નથી જોઈતું
ખાઇ શકાય છે રોટી બે જ પછી હોય મહેલ કે ઝુંપડી
ગૂંગળાય આત્માનો અવાજ એ ચણતર નથી જોઇતું
દાન,ભોગ કે નાશ આ ત્રણ જ ગતિ હોઇ શકે ધનની
જેમાં ન મળે પુણ્ય એવાં કર્મનું ગણતર નથી જોઈતું
રડવાં ટાણે ખભ્ભો ને ખિજાવાં ટાણે હાથવગો ધબ્બો
હોય એક જ કે વધીને બે,મિત્રોનું લશ્કર નથી જોઈતું
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply