ઈચ્છા ન રહે એ જ જીવનમાં ઈચ્છા છે
ઈચ્છા ન રહે એ જ જીવનમાં ઈચ્છા છે
બાળોતીયાં અને કફનમાં ક્યાં ખિસ્સાં છે
કૃષ્ણત્વ તો હોવું જ જોઈએને જીવનમાં
નહીં તો મંદિરમાં પણ ખાલી પીછાં છે
દર્દી,દરિદ્ર ને અબોલ માટે બોલી શકું હું
એ સૌને તૃપ્ત કરવાની જ બસ તૃષ્ણા છે
નીતિ,રીતિ ને પ્રીતિ જો રાખો ને પ્રવૃતિમાં
આડાં રસ્તાઓ પણ પછી સાવ સીધાં છે
કાન નથી ને કોઈ બોલ્યું જ નથી તો પણ
મૌને જ તો સૌ રહસ્ય દીવાલોને કીધાં છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply