જે સમજે છે તેને જ તો સમજાવે છે દુનિયા
હોય તેનાંથી પણ વધુ બતાવે છે દુનિયા
નિ:શસ્ત્ર સામે જ શસ્ત્ર સજાવે છે દુનિયા
સુખી થવાનો રસ્તો છે નાસમજની જ છાપ
જે સમજે છે તેને જ તો સમજાવે છે દુનિયા
કુંવારા સપનાને રજૂ ન જ કરતાં નૂગરાં મંચે
નહીં તો ચીર હરી નગરવધૂ બનાવે છે દુનિયા
અસમયનો તો પડછાયોય છોડી દયે છે સાથ
સશક્તને જ પાણી સામે દૂધ લાવે છે દુનિયા
આર્ષદ્રષ્ટાને તીરસ્કાર્યો જ છે સદા વર્તમાને
જીવતાંને પાટે ઉલારી મૃતને વધાવે છે દુનિયા
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply