બ્રહ્માંડનું સ્થાન અસ્તિત્વનું મુખ હોય છે
દુઃખની પરાકાષ્ઠા એ જ તો સાચું સુખ હોય છે
અધ્યાત્મમાં હોંશિયાર એ દુનિયામાં મૂર્ખ હોય છે
ભક્ત,દાતા ને શૂર તો કળિયુગેય જન્મી જ શકે
બહુ ઓછી હવે પવિત્રતમ એવી કૂખ હોય છે
હોય એ સાચી ને સાવ ખોટી પણ હોઈ જ શકે
દરેક અપરાધની પાછળ કંઇક તો ભૂખ હોય છે
આ તો વિસ્તારવાદે અભડાવી દીધી છે ભક્તિને
બાકી બ્રહ્માંડનું સ્થાન અસ્તિત્વનું મુખ હોય છે
માપતાં જ રહેશોને તો કદીય નહીં બનો અમાપ
પામો ને તો આંગળીથી વેગળાં ક્યાં નખ હોય છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply