ક્યાંથી છટકવું તેની ખબર હોવી જોઈએ
ક્યાં,ક્યારે અટકવું તેની ખબર હોવી જોઈએ
ક્યાંથી છટકવું તેની ખબર હોવી જોઈએ
બ્રેક,લિવર ને ડ્રાઇવિંગને રાખો સ્વનિયંત્રણમાં
ક્યાં ન ભટકવું તેની ખબર હોવી જોઈએ
મંથરા કે હોય નારદ શબ્દો છે ખૂબ જ મહત્વનાં
ક્યાં ને શું બોલવું તેની ખબર હોવી જોઈએ
ભીષ્મની નિષ્ક્રીયતાએ જ નોતરી તી બાણશૈયા
ક્યાં ને કેમ ઝાટકવું તેની ખબર હોવી જોઈએ
પરસ્ત્રી,પરદ્રવ્ય ને પરકીર્તિ બને અગ્રાહ્ય સદા
ક્યાં જાતને ખટકવું તેની ખબર હોવી જોઈએ
ભોગોની સહજ રોશનીમાં અંધારિયાં કર્તવ્યપથે
દિવા ને કેમ ટકવું તેની ખબર હોવી જોઈએ
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply