ડરથી પણ ઝાઝું ડરવાની જરૂર નથી
મૃત્યુ પહેલાં વહેલાં મરવાની જરૂર નથી
ડરથી પણ ઝાઝું ડરવાની જરૂર નથી
ભાગ્યમાં છે એ આપવું જ પડે ભાગ્યને
પ્રભુ સિવાય કશે કરગરવાની જરૂર નથી
કૂળ ને મૂળની રક્ષા કરજો આચરણથી
નીચી પાયરીએ ઉતરવાની જરુર નથી
સ્વયંવરથી વર મળી જ જાય એવું ક્યાં!
ન મળે તો મજબૂરી વરવાની જરૂર નથી
પાંખ કાપેને તો લડી લેજો પીંછાથી પણ
જટાયુનાં ધર્મ વિના ખરવાની જરૂર નથી
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply