જિંદગી ને આમ જોતા થઇ જુઓ
જિંદગી ને આમ જોતા થઇ જુઓ
કૂંપળોથી પાન પીળા થઇ જુઓ
શિખરો સર આ રીતે પણ થઇ શકે,
કોઇ માટે ખાસ ખૂણા થઇ જુઓ.
છાંયડાનો અર્થ બીજો હોય શું?
બસ, હ્રદયથી સ્હેજ શીળા થઇ જુઓ.
સાવ સીધા લાગશે રસ્તા બધા,
હા નદી ની જેમ વહેતા થઇ જુઓ.!
સૂર્ય નો મહિમા જ કરવો હોય તો,
રાત ટાણે સ્થિર દીવા થઇ જુઓ!
મોહ તકતી નો પછી છૂટી જશે,
આ સમયના એમ હિસ્સા થઇ જુઓ !
~ લક્ષ્મી ડોબરીયા
Leave a Reply