વિચાર,ઉચ્ચાર, આચારને એક કરી લઈએ
ચાલો ને! ગલતીથી ફરી મિસ્ટેક કરી લઈએ
લાઇફમાં પણ ફરી જરૂરી રીટેક કરી લઈએ
અપ ન જ લઈ જાય જે તેને કરીએ ડાઉન
પેચઅપ ન જ થાય ને ત્યાં બ્રેક કરી લઈએ
બધા છે મસ્ત ને ત્રસ્ત ખુદની જ જિંદગીમાં
સ્વાવલંબી જાતથી જાતને ચેક કરી લઈએ
તણખલું કદાચ તરાવી પણ દયે ને ડુબતાને
હામ,હૂંફ ને હેતનો હોંકારો છેક ભરી દઈએ
છે સાવ સીધો ને સરળ રસ્તો પેલાં મોક્ષનો
વિચાર,ઉચ્ચાર, આચારને એક કરી લઈએ
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply