જગમાં ક્યાં કઈ નક્કી છે
અફવા, ધારણા, અપેક્ષા,તર્ક ને વકી છે
નક્કી એ છે કે જગમાં ક્યાં કઈ નક્કી છે
સંભવશે યુગે યુગે અને બચાવી લેશે જ
સજ્જનતા એ જ આશાએ તો ટકી છે
કહો કયામત કે પછી કહો એને કર્મસતા
હિસાબ કરવામાં તો અસ્તિત્વ જક્કી છે
નબળો હોય ને એ વ્હાલો હોય વ્હાલાંને
કુટુંબનાં સબળા માટે નબળો જ લકી છે
ઘડી જો ભીંજવે શકેને તો ઠીક,બાકી તો
આશાની ઝાકળ પર હકીકત ખાબકી છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply