આંગણું તું, આંગણાંનો અવસર તું
બારાખડી તું, શબ્દ તું ને અક્ષર તું
આંગણું તું, આંગણાંનો અવસર તું
વ્યવહારે ને આધ્યાત્મે તું જ છો કેવટ
આત્માનું મૌન તું , તનનો સ્વર તું
એકની એક ને આમે ય પણ એક જ
દોરી સાથે ને દોરી વિના ય વળ તું
સતરસો જન્મનું પુણ્ય ને ગુરુકૃપા વળી
નક્કર તું, સફળ તું અને સુફળ તું
નકલી, નકલ ને નકલિયતનાં યુગમાં
ચમકતી માયાઓ વચ્ચેનું અસલ તું
સિદુરીયું સૌભાગ્ય ને ગૃહશોભા પણ
ગંગોત્રી તું અને અંતનું ગંગા જળ તું
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘પત્ની ચાલીસા’માં થી)
Leave a Reply