આંખનાં પલકારે જ તું મને ઉપર લઇ લેજે
મૃત્યુ ન આપતો,તું બસ જીવતર લઈ લેજે
આંખનાં પલકારે જ તું મને ઉપર લઇ લેજે
પુષ્પક ન મોકલ ને તો કંઈ જ નહીં વ્હાલાં
ભાગ્યમાંથી વેન્ટિલેટર ને ડાઇપર લઈ લેજે
આપ મોક્ષ કે નવું ખોળિયું, એ તારી મોજ
રાખજે જમા બધું, બધુંય ઉધાર લઈ લેજે
વાનરમાંથી નર થયો, નરમાંથી વાનર ભલે
મનમાં સ્થાપીને હનુમાન,તું વાનર લઈ લેજે
ચણતર જ શીખવે એવું આપજે ભણતર
કળતર દૂર કરું સૌની એવું ઘડતર દઈ દેજે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply